Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pragna Vashi

Others

3  

Pragna Vashi

Others

એકાંતવાસી હોય છે...

એકાંતવાસી હોય છે...

1 min
6.8K


પ્રેમ જ્યાં એકાંતવાસી હોય છે,
ભીની ભીની ત્યાં અગાશી હોય છે.
 
હોય તું તો આભ આખું ઝળહળે,
રાત આ છોને અમાસી હોય છે !
 
દૂરથી પણ અન્યને માપી શકે,
જાતને જેણે ચકાસી હોય છે.
 
ભરવસંતે ફેરવે જે મોં, બધાં–
પાનખરનાં એ પ્રવાસી હોય છે.
 
સામે પૂરે સ્વપ્ન હોડી હાંકશે,
એ જ તો સાચો ખલાસી હોય છે.


Rate this content
Log in