Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Himal Pandya

Others

4  

Himal Pandya

Others

થાકી જાઉં છું

થાકી જાઉં છું

1 min
13.4K


રોજ ચાલી નીકળું છું, રોજ થાકી જાઉં છું,
ઊંચકી હોવાપણાનો બોજ થાકી જાઉં છું.

એકધારું જાગવાથી કોઈ દિ' થાક્યો નથી,
સ્વપ્નની આવી ચડે જો ફોજ, થાકી જાઉં છું.

શ્વાસનો દરિયો સમૂળગો પાર ઊતરી જાઉં છું,
હોય પીડાઓનો જ્યારે હોજ, થાકી જાઉં છું.

રોજ કંઈ ને કંઈ મને ના ભાવતું પિરસ્યા કરે!
ઓ પ્રભુ! બદલાવને આ લોજ, થાકી જાઉં છું.

એમણે પૂછ્યું સતત લખતા હો તો થાકો નહિ?
મેં કહ્યું કે ના લખું ને તો જ થાકી જાઉં છું.


Rate this content
Log in