Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
મૌનની વાચા
મૌનની વાચા
★★★★★

© Nayan Nimbark

Tragedy Others

1 Minutes   7.0K    5


Content Ranking

અખબારના અંતિમ પાને મારી તસવીર શોધું છું;

એ કેવું કે થંભેલા શ્વાસોમાં જીવનને શોધું છું!!

વહેલી રક્ત ધારાઓ આ ધબકતા શરીરમાં;

સ્પંદતી લાગણીઓના મર્માળુ અર્થને શોધું છું!!

ખીલેલા ચહેરાઓને સમર્પિત કરમાયેલા ફૂલ;

ઉજડેલા બાગમાં, મહેકતું નંદનવન શોધું છું!!

શબ્દની મોઘમતાને પીછાણે છે મૌન;

મૌનની એ વાચાઓના સાચા શબ્દ શોધું છું!!

આંસુઓની ક્ષણિકતા, મમત્વનો ઉભરો;

ધુમ્રસેરોથી બંધાતું નવું જગત શોધું છું!!

કવિતા મૌન આંસુ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..