જનારા એક સરખા
જનારા એક સરખા
1 min
1.3K
એકડા ઘૂંટ્યા, યાદ રાખવા ગણિતના
શૂન્યથી સો સુધી બેઠા પછી મૂલવવા
એક ના બે, બેના ચાર,ચારના આઠમાં
સરવાળે શેષની ખુમારી માણતાં ગયા
પાટી પેન લઈ જે સ્કૂલે નથી ગયા
ભણતરની પેઢીઓ ખોલી ગયા
પડેલાં પગલે ઉઝરડા રહયા શોભતા
પગલાંની ભાતમાં પગલાં ભરતા ગયા
અર્થોના દરબારમાં અર્થો મૂલવતા
કથાઓ યુગની ભૂત ભાવીની લીલા
સફરની રાહમાં સફરના સથવારા
આંકડે જણાયા એકસરખા જનારા