Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
"માઁ"
"માઁ"
★★★★★

© Dipal Upadhyay

Others

2 Minutes   13.7K    8


Content Ranking

તારાં હોવાથી,
લઇને તારાં ન હોવાની
કલ્પિત હોવા છતાંય સુખદ અનુભવની વાત કહે મારી અશ્રુભીની કલમ.

મારાંમાં શ્વસી,
શ્વાસના દરેક ધબકારે,
પળ પળ તારી હયાતીની  જીવંતની હાજરી
મારામાં અેટલે તું 'માઁ.

તારી વસમી વિદાયથી.
દરેક ક્ષણે કલ્પન કરતું મારું હ્રદય
ને મને દુ:ખી જોઇ તું પણ રુદન કરતી
મને નજરે પડે છે.

તું નથી પણ તારી કમી છે,
તારાં વિના મેં ખુબ જ
અેકલતાં ખમી છે. 
ઊગતા આદિત્યએ અંધારાને વિદાય આપી...
શીતળ રોશનીના આગમને ઝબકતાં તારલાંની વિદાય સાથે મારાં સપને તારાં કલ્પિત આાવવાના અહેસાસ ની સાથે.

તને કહેવા ‌ઉતાવળી થતી મારી લાગણી.
સજળ નેત્રે અને લાગણીભીની કલમે મારી
સંભળાવું 'માઁ '

ગર્ભધારણ કર્યુ ને તારી કુખે મારું સ્વાગત ૧ ઉપવનમાં ખીલતાં ફુલ જેમ થયું...
સુસંસ્કાર, અપાર હેત, મીઠા હાલરડાંની હેલી,
અે તારો કુખે વ્હાલપ ભર્યો સ્પર્શ ને અેની અનુભુતિથી તને નિરખવાની ને તારાં હાથે
તારા જ અંશને વિકસવાની તલપ વધી.

૯ માસનાં અંતે મારું અવતરણ
તે અે હરખે કરેલું જે
એક 'માં' દીકરા ના જન્મ પર કરે છે.
પ્રસવપીડાં સહન કરી જીવમાંથી જીવ આપીને
શિવ બનતી તું "માઁ".

હું દુનિયા ની સૌથી નસીબદાર દીકરી.
તારી લાડલી,
તારાં ઉપવનનું ફૂલ સંબોધી સદાય મારાંમાં ફોરમ સીંચતી તું માઁ.

સમય વિતતો ગયો,
સુસંસ્કાર ને સુશિક્ષિત કરી.
ઘણા લાડ લડાવતી.
દિકરીનું કન્યાદાન કરી. 
જવાબદારી પુરી કરતી તું 'માઁ'.

 તારા વિષે જે કઈ લખુ એ અધૂરું છે
પણ લખ્યા વિના તો કેમ રહી શકું?

 તારી સુંદરતાને કોઈ ક્યારેય મઠારી ના શકે
કોઈ કવિ કોઈ લેખક શબ્દોમાં કંડારી ના શકે
તારી મમતાને ઓછી કરે એ શક્તિ ક્યાં છે ?
એટલી કોઈ પોતાની મમતા વધારી ના શકે

 જયારે પણ તું અસહ્ય યાદ આવે ને ત્યારે,
તારી અે છબી ખુબ જ સ્મરી ને યાદ કરતી,
છાના બે અશ્રુ સારી,સ્વાર્થહિન,
અપેક્ષાહિન સદાય ક્ષમા આપનારી ને અવિરત મલકાતી તું,
તે સદાય તારાં સંતાનોને એક  જણસની જેમ ઉછેર્યા.

 સાંભળ આ છેલ્લી ને અતિ અસહ્ય વાત...
જે મારાં પ્રતિબિંબની વાત,
તું જાણી ગઇ હતી કે તારો કોલ આવી ગયો છે,
તેં છેલ્લાં સમયે ફ્કત મને તારી સમીપ રાખી.
જાણે કોઇ રૂણ ઉતાર્યુ હોય તેમ
આખી જીંદગી જીવી લીધાનો
અમૂલ્ય અવસર આપી અણમોલ બનાવી દીધી.

તારાં છેલ્લા શબ્દો આજે પણ મને એવા જ  યાદ છે.
'તું તો સંકટ સમયની સાંકળ છે.'

આ શબ્દો મારી મિલકત બની ગયા.
અંતે તારી વસમી વિદાયથી તારું આ ફૂલ કરમાય ગયું.
અશ્રુની ધારા અવિરત ચાલતી રહે છે.
હજુય તને મારી આસપાસ અદ્રશ્ય રૂપે અનુભવું છું..
હજુય તારા વ્હાલભર્યા હાથનો સ્પર્શ મારા ગાલ.
કોઈક કામ સરસ થાય ત્યારે સરાહના રૂપે મારી પીઠ પર ફરતો અનુભવું છું.

 તારો વ્હાલ ને રાતના આગમને તારો અે આવકાર,
તું આંખો મીંચીને  સુઈ જાજે..,
હું હમણાં સમીપે આવું છું,,,

ફરી આદિત્યની સવારી પધારી ને, 
વસમી તારી ને મારી વિદાય. 
સાતભવ ની લોકો ભલે વાત કરતાં હો માઁ..
પણ હું તો ભવોભવ તને જ પામું "માઁ".
"માઁ દિવસ" હશે ને દુનિયા મનાવતી હશે
પણ મારાં દરેક શ્વાસે તારો દિવસ છે.
"માઁ"લવ યુ  'માઁ'

mother

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..