Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rahul Makwana

Children Stories Others

1.4  

Rahul Makwana

Children Stories Others

કોઈ શોધી લાવો.....!

કોઈ શોધી લાવો.....!

1 min
404


હસતું,રમતું અને નિર્દોષ મારું એ બાળપણ,

મોબાઈલ ફોનના કી - પેડમાં ખોવાયું !

કોઈ શોધી લાવો, મારું એ હસતું રમતું બાળપણ,


બાળપણમાં ગામનાં પાદરે મિત્રો સાથે રમતો હું,

આજે ઘરમાં રમવાની રમતો શીખતો થઈ ગયો !

કોઈ શોધી લાવો, મારું એ હસતું રમતું બાળપણ....!


બાળપણમાં ગાયો અને બકરીઓને પ્રેમથી રમાડતો હું,

આજે આધુનિક રમકડાંથી રમતો થઈ ગયો,

કોઈ શોધી લાવો, મારું એ હસતું રમતું બાળપણ !


ગામમાં ખળ-ખળ કરીને વહેતી શાંત,

અને નિર્મળ નદીઓમાં નાહતો હું,

આજે સ્વિમિંગ પુલમાં નાહતો થઈ ગયો,

કોઈ શોધી લાવો, મારું એ હસતું રમતું બાળપણ !


બાળપણમાં આનંદ અને મોજ સાથે ખેતરોમાં ફરતો હું,

આજે સિમેન્ટ અને કોન્ક્રીટનાં જંગલોમાં ફરતો થઈ ગયો,

કોઈ શોધી લાવો, મારું એ હસતું રમતું બાળપણ !


બાળપણમાં ગાડામાં બેસીને ગીતો ગાતા ગાતા ફરતો હું,

આજે પેટ્રોલથી ચાલતી આધુનિક કારોમાં ફરતો થઈ ગયો,

કોઈ શોધી લાવો, મારું એ હસતું રમતું બાળપણ !



બાળપણમાં દરેક સગાને ગળે મળીને

અને પગે લાગીને આશીર્વાદ લેતો હું,

હવે વ્હાટ્સ - અપ અને મેસેન્જર પર,

ખબરો પૂછતો થઈ ગયો !

કોઈ શોધી લાવો, મારું એ હસતું રમતું બાળપણ....!


અફસોસ "રણકાર" ઓફીસના અસંખ્ય કામોને લીધે હું,

પીપળા અને વડલાની નીચે બાળપણમાં લીધેલ ઊંઘ વિસરી ગયો !

કોઈ શોધી લાવો, મારું એ હસતું રમતું બાળપણ....!


Rate this content
Log in