તો કહી દેને તું મને
તો કહી દેને તું મને
1 min
6.8K
ભૂલથી પણ એકવાર તો કહી દેને તું મને
કે હકીકતમાં કેટલો પ્રેમ કરે છે તું મને?
જાણું છું કે કદાપિ તું નહિ જ કહે આવું
કેમકે આદત નથી આવું કહેવાની તને
પણ અમારું હૈયું તો બન્યું છે પાગલ કેટલું
કેટલો અથાગ પ્રેમ કરે છે એ, શું કહું તને?
આજે આ બધું કહીને પણ હવે શું ફાયદો?
અમ લાગણીઓની ક્યાં કશી પડી છે તને
કહી દીધું તેં, જે હતું બધું કહેવાનું તારે?
'પ્રેમ શું ચીજ છે' તેની ક્યાં ખબર છે તને!