Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
બેહદ
બેહદ
★★★★★

© Kiran shah

Others

1 Minutes   7.0K    5


Content Ranking

ચાહત તારી અનહદ ખબર છે,
એકરાર વારંવાર કરું !
તું ને તારી વાતો ગમે છે.
ગમવાના કારણો ના પૂછ મને,
કેમ બતાવું તને કે કેમ ગમે છે?
હાથ તારો પકડી ચાલુ જીવનભર.
તું હું ને દરિયાનો કિનારો..
આથમતી સંધ્યાના સિંદુરી રંગો..
પોતાના માળામાં પાછા ફરતા વિંહગો,
દૂર ધરતીનાં આંચલમાં છુપાતો સુરજ.
હળવેથી નભમાં પ્રવેશ કરતો ચંન્દ્ર...
સિતારા મઢેલ ઓઢણી થી શોભતું આ આકાશ,
ધીરે ધીરે શ્યામલતા ઓઢતી રાત,
એમાં સાજણનો સાથ.
એકાંત એ સમયનું બેહદ ગમે છે.
હદને સરહદના બંધન વગર તારી સાથેનું એકાત્મ અનહદ ગમે છે.
કારણ ના પૂછો સાજણ કેમ ગમે છે.
કહી નહીં શકું ?
બસ,
તારા શમણા જોઈ યાદોમાં જીવવું બેહદ ગમે છે.

 

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..