મેમરી કાર્ડ
મેમરી કાર્ડ
1 min
6.6K
મોબાઈલના મેમરી કાર્ડના,
એક ફોલ્ડરમાં.
સચવાયેલ અનેક તસ્વીરો,
કારણ વગર લીધેલ સેલ્ફી.
ડીલીટ કરવા જઉં પણ,
મન ના થાય.
એફ.બી પરની અપલોડ વોટ્સેપના ડીપી,
એક એક તસ્વીર સાથે.
યાદ સ્માઈલ કયાં? ઉદાસ છો?
જાજરમાન,
લુક લાઇક ક્વિન,
નોટ ગુડ
ગુડ મુડ.
અને આજ યાદ આવે છે,
આજ બધુ જ.
ડીલીટ ઓલ સાથે બધુ બ્લેન્ક,
પણ શું શકય છે?
સાચે બ્લેન્ક કરવું?
કાર્ડ ફોર્મેટ થશે,
શું યાદો...ફોર્મેટ કરી શકાય ખરી?