Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Ashish Aghera

Others

2  

Ashish Aghera

Others

કરી ગયો

કરી ગયો

1 min
6.7K


આ જિંદગીની પરીક્ષામાં કાચો પડી ગયો;
સાચો ગણેલ દાખલો પણ ખોટો પડી ગયો.

દુશ્મન જ આવીને બચાવ કરી ગયો;
ને મિત્ર જ પીઠ પાછળ વાર કરી ગયો.

ઘૂઘવતો મહાસાગર પણ સ્થિર થઈ ગયો;
જ્યારે જીવતો ડૂબીને ને મરેલો તરીને કિનારે ગયો.

ઉપરવાળો પણ આપણને બનાવીને હેરાન થઈ ગયો;
એટલેજ પાછળથી આવી એક્સપાયરી ડેટ લખી ગયો.

જિંદગીભર પથ્થર દુઃખ ભેગું કરતો રહ્યો;
એટલેજ એક દિવસ કોતરાયને ભગવાન બની ગયો.

હું પણ આખી જિંદગી મૂર્ખાઈ કરતો રહ્યો;
અંધારું હૃદયમાં હતું ને મંદિરમાં દીવો કરતો રહ્યો.

હરિ ગયો હોવા છતાં પ્રભુને ખુશ કરી ગયો;
બોલાવ્યા વગરજ એની પાસે પહોંચી ગયો.

જિંદગીમાં એક પ્રશ્ન એવો પૂછાઈ ગયો,
કે જેને માટે 'મુસાફિર' કુરબાન થઈ ગયો.


Rate this content
Log in