Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

3  

Jashubhai Patel

Others

આંખો ,

આંખો ,

1 min
6.9K


આંસુનું તળાવ છે આંખો,
દિલનું દર્પણ છે આંખો.

મોતી મઢાવે માગણીનાં,
આંસું વહાવે લાગણીનાં,
હેતનું સમર્પણ છે આંખો.
દિલનું દર્પણ છે આંખો.

જુએ કોઇ આડું તો રુઠે.
કદીક ઝૂકે , કદીક ઊઠે,
સ્નેહનું સગપણ છે આંખો.
દિલનું દર્પણ છે આંખો.

ન તે કશુંય ક્યારે માંગે,
તોયે એ રાત ભર જાગે,
ત્યાગનું તર્પણ છે આંખો.
દિલનું દર્પણ છે આંખો.

રેશમ સરીખી રમ્ય લાગે,
 ભાનુ સરીખી ભવ્ય લાગે,
મધઝરતું ગળપણ છે આંખો,
દિલનું દર્પણ છે આંખો.

હોય જ્યારે ક્યારેક રુઠેલી,
લાગે ત્યારે બહુ નસીલી,
જશ' સર્પણ છે આંખો,
દિલનું દર્પણ છે આંખો.

આંસુનું તળાવ છે આંખો,
દિલનું દર્પણ છે આંખો.


Rate this content
Log in