Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
તું રીસાય, તો
તું રીસાય, તો
★★★★★

© Ashwin Majithia

Romance

1 Minutes   13.5K    4


Content Ranking

તું રીસાય, તો એક સરસ એવી રંગીન સાડી

હું રિસાઉં, તો ફક્ત તારી મહેંક કેરી વાડી

તું રીસાય, તો લાંબો લચક મોગરાનો સુગંધી ગજરો

હું રિસાઉં, તો ફક્ત તારા મુખ પરનો સ્મિત કેરો મુજરો

તું રીસાય, તો ભલો મોટો કડક કૉફીનો મગ

હું રિસાઉં, તો ફક્ત તારા હાસ્યનું મીઠું જગ

તું રીસાય, તો સ્વાદિષ્ટ પાલક પનીરની ભાજી

હું રિસાઉં, તો ફક્ત તારા લટકાઓથી રાજી

તું રીસાય, તો કેટલુંય ને કેટલુંય છે અહીં

હું રિસાઉં, તો ફક્ત તું જ જોઈએ, બીજું કઈં નહીં

તને દેવા માટે તો ઘણું ઘણું છે, દેવા જેવું

મને તો બસ તું જ હોય તો, ઘણું છે લેવા જેવું

LOVE રીસામણા ગજરો મોગરો મહેક

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..