Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Drsatyam Barot

Others

3  

Drsatyam Barot

Others

ચટણી જેવી ભાષા

ચટણી જેવી ભાષા

1 min
13.4K


મધ થી મીઠી લાગે ભાષા,

દુઃખ ની પાછળ ભાગે ભાષા.

જીવન ભેળું સુખદુઃખ વાટ્યુ,

ચટણી જેવી લાગે ભાષા.

બાળક ભેગો બાળક થઇ જા,

ખીલે દિલના બાગે ભાષા.

જાણે આબે બેઠી કોયલ,

ગાતી પંચમ રાગે ભાષા. 

કા..કા..કરતી ચી..ચી..કરતી,

વ્હેલી વ્હેલી જાગે ભાષા.

દુખિયાના જો આસું લૂછ્યા,

બાધે દિલના ધાગે ભાષા.

શ્વાસોના ધબકારે ધબકી,

મીઠી પ્રીત્યુ માંગે ભાષા.

બોલે જો કોઈ કટુ વચનો,

ગોળી જેવી વાગે ભાષા.


Rate this content
Log in