Harshida Dipak

Others


3  

Harshida Dipak

Others


શાને મરકે !

શાને મરકે !

1 min 7.0K 1 min 7.0K

ઓસરીયે ઊભીને ઓલી... રૂખડી શાને મરકે!
સામે ઊભો રૂખડો મનડું એ દેખીને મરકે !

છમછમ થાતી ઘુંઘરિયોનો ધીમો ધીમો નાદ,
ઘર - આંગણમાં પગલાંનો એ ભીનો ભીનો સાદ.
રૂખડીનો એ ટહુકો ભીનો રૂખડાને જઈ અડકે...
ઓસરીયે ઊભી ને ઓલી.. રૂખડી શાને મરકે!

ઘમ્મરવલોણાં એવા ઘૂઘવે માખણ નીતરી જાય,
ભાતીગળ ઓઢણિયે એનું જોબનિયું છલકાય,
ગમતીલા ગીતો ગાવાને રૂખડી - મન માલીપા થરકે...
ઓસરીયે ઊભી ને ઓલી... રૂખડી શાને મરકે!

રઢિયાડી રાતોમાં ઓલો ચાંદલિયો ચમકતો,
વાંસલડીના સૂર ગજાવી સાંવરિયો મરકંતો,
છલક છલકતી ગાગરડીમાં રૂખડો - રૂખડી છલકે...
ઓસરીયે ઊભીને ઓલી... રૂખડી શાને મરકે!


Rate this content
Originality
Flow
Language
Cover Design