Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pragna Vashi

Others

3  

Pragna Vashi

Others

વ્હેંચાય તો ઘણું

વ્હેંચાય તો ઘણું

1 min
13.9K


આ મત્સ્ય કર્ણથી જરી વીંધાય તો ઘણું,
ઈતિહાસ કારમો પછી સર્જાય તો ઘણું.
 
રણને નિરાંત એ હતી મૃગજળનો સાથ છે,
પણ ઊંટની તરસ જરા છિપાય તો ઘણું.
 
નારીની તુલના તો સીધી ધરતી સુધી જશે,
પહેલાં સીતા ને દ્રૌપદી ચર્ચાય તો ઘણું.
 
છે ઊગવાની વાત તો સૂરજ નથી થવું,
આ ચંદ્ર જેવું ઊગવું પરખાય તો ઘણું.
 
છે હારવાની વાત ને જીતી ગયા તમે,
ખોટા અહમનો ભાર ત્યાં વર્તાય તો ઘણું.
 
જીવી જવાની વાતે તો ટૂંપાય છે ગળું,
આ ચાર કાંધે બોજ જો વ્હેંચાય તો ઘણું


Rate this content
Log in