Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ankit Trivedi

Others

4  

Ankit Trivedi

Others

નવતર

નવતર

1 min
13.5K


વરસાદ પહેલાં કર્યું સપનાઓનું વાવેતર,
કોઈ શીખવો તૃણને કેમનું ખેડવાનું ખેતર.

દેખા દેખીમાં કરી નાખ્યું અમે તો ઘડતર,
પાણી સિંચવાનું ભાન નથી ને કરી નાખ્યું ચણતર.

ભાર વિનાનું ભણતર કહી લઈ આવ્યા મોટું દફતર,
લોહી વહાવી દીધું તોય ભણાવી ના શક્યા ભણતર.

'પર્સનલ કોચિંગમાં' વ્યસ્ત છે અહીં ઘણા માસ્તર,
દેશની મુળભુત તકલીફો હજીય છે પડતર.

સત્તાધીશોએ કરી નાંખી છે દેશની હાલત બદતર,
એમનું તો છે માત્ર સત્તા અને પૈસાનું ગણતર.

નૈતિક મુલ્યોનું વ્યવહારમાં થાય છે ધીરે ધીરે ગળતર,
આ મોક્ષની ધરા પર હવે વેડફાય છે જીવતર.

તુચ્છનાં હ્રદયમાં અવિરત થાય છે કળતર,
પ્રભુ સદબુદ્ધિ આપો તો પ્રયાસ કરીએ કંઈક નવતર.


Rate this content
Log in