Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajesh Hingu

Classics

5.0  

Rajesh Hingu

Classics

ગામનું પાદર આજે સાંભર્યું.

ગામનું પાદર આજે સાંભર્યું.

1 min
917


હૈયાનાં ગોંદરેથી સ્મરણોનું ધણ આજે ભાંભર્યું.

મારા ગામનું પાદર આજે સાંભર્યું.


પાદરનાં મંદિરે ઉજવાતી હોળી, ને ધાણી ખજૂર ભરી બાપુની ઝોળી,

ને આસપાસ ટળવળતી ટાબરટોળી.

આંખે દ્રશ્ય અકબંધ હજી હર્યુભર્યુ.

મારા ગામનું પાદર આજે સાંભર્યું.


હજી હૈયે સચવાણી છે મીઠી મૂડી, કે મને થપ્પો રમતાં જડી'તી રૂડી 'રૂડી'

પછી પ્રેમમાં તર્યો'તો હું તો બૂડી બૂડી.

ફરી શમણું ગમતીલું શણગાર્યું.

મારા ગામનું પાદર આજે સાંભર્યું.


હૈયાનાં ગોંદરેથી સ્મરણોનું ધણ આજે ભાંભર્યું.

મારા ગામનું પાદર આજે સાંભર્યું.


Rate this content
Log in

Similar gujarati poem from Classics