Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Nayan Nimbark

Others

3  

Nayan Nimbark

Others

મારાં સપનાંઓ

મારાં સપનાંઓ

1 min
14.2K


શોધી રહ્યો હતો કાંઈક કામનું કબાટમાં,
ને કાંઈક બીજું જ હાથ લાગ્યું !
પડેલું હતું ન જાણે ક્યારથી અહીં અંધારીયા ખૂણામાં...

ગળીઓ કાંઈ કેટલીયે વળી ગઈ હતી,
ને સળો પડીને ચૂંથાઈ ગયું હતું આખું...
ધીરે ધીરે, ને પૂરી નજાકતતાથી ખોલીને જોયું.
અરે!! આ તો મારું સપનું હતું!

કેટલીએ વાર આ જ સપનામાં જીવનનાં રંગો પૂર્યા હતા!!
કાંઈ કેટલીઅે રાતો જાગીને આ સપનાને આંખોમાં આંજ્યું હતું!!
કેટલીએ વાર આ સપનાને ઝાકળ ભેગી કરીને પાયું હતું!!

અમાસની એ અંધારી રાતોમાં આ જ સપનામાં તારલાઓ ટાંક્યા હતા!!
ને જિંદગીનાં ન જાણે કેટલાએ શ્વાસો આપીને આ સપનાને પોષ્યું હતું!!

આખી વનરાઈનાં ફૂલોઅે ફરી ફરીને એમાં ભરવા સુગંધ લઈ આવ્યો હતો!!
ભર તડકામાં એને ભીતરમાં છુપાવીને કેવું સાચવ્યું હતું!!

અને
અત્યારે વિચાર આવે છે કે શું આ એ જ સપનું છે??
ફેંદાયેલું, ચૂંથાએલું, ચોળાએલું, ક્યાંકથી થોડું ફાટેલું, મેલું ને ઘેલું !!
વળી પાછું વિસરાયેલું,
ને કબાટમાં ક્યાંક સંતાયેલું!!

યાદ આવી ગયાં એવા ઘણાંં સપનાંઓ,
જે આવી જ રીતે ઉછેર્યાં હતાં, સાચવ્યાં હતાં..
પણ આજે ન જાણે ક્યાં છે!!


Rate this content
Log in