Harshida Dipak

Tragedy


2  

Harshida Dipak

Tragedy


આંસુડા વેરાયાં

આંસુડા વેરાયાં

1 min 6.3K 1 min 6.3K

ધરતી તારા ખોળે કેવા આંસુડા વેરાયાં

સુખના હો કે દુઃખના દડ દડ આંસુડા વેરાયાં

     દડ દડ આંસુડા વેરાયાં.

તારા ખોળે મુજને ઝીલી તે ભરીયો લીલુડો અજવાસ 

ખોટી વાતો સાચી માની કરતાં લોકો ખોટુડો બકવાસ 

કાળાં - ધોળાં કાવતરામાં ખોટા- સાચા આંસુડા વેરાયાં

    દડ દડ આંસુડા વેરાયાં

પ્રેમથી જે જીવે છે તેને ઈર્ષા પાડે એક જ પળમાં 

લાગ શોધતાં ઉભા રહે કરી જમાવટ જળમાં 

નિતનવા નક્શામાં આવી આંસુડા વેરાયાં

  દડ દડ આંસુડા વેરાયાં

ખાનગી વાતો તને બતાવું બીજાને ન કહેતો 

કાનાકુંસી કરી કરીને જગ આંખમાં રહેતો 

ગામ ગામમાં ગલી ગલીમાં પીડા પચરક આંસુડા વેરાયાં.

   દડ દડ આંસુડા વેરાયાં

કામ બધું ખોટાનું વળતર અંબર ધરતી દેશે 

પ્રાણ પખેરૂં ઉડતા જીવ તો પાંચ ફૂટમાં રે'શે 

ધરતી ખોળે પ્રેમે પોઢી આંસુડા વેરાયાં

  દડ દડ આંસુડા વેરાયાં


Rate this content
Originality
Flow
Language
Cover Design