Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mahebub Sonaliya

Drama Romance

3  

Mahebub Sonaliya

Drama Romance

મ્હેરબાની અરે બધાની છે

મ્હેરબાની અરે બધાની છે

1 min
5.6K


મ્હેરબાની અરે બધાની છે,

લ્હેર બળતા મહીં હવાની છે,


હું કશું સાચવીને શું રાખું?

જિંદગી નષ્ટ જ્યાં થવાની છે,


ચાંદ ટાંકું હું તારા પાલવમાં,

એ બધી વાત બોલવાની છે,


કેવો મનમાં ભર્યો છે કોલાહલ,

જાણે આ કોઇ રાજધાની છે,


ઓ નમાઝી તમે ગઝલ વાંચો,

વાત આમાય પણ ખુદાની છે,


એટલે સાચવી છે મેં એને;

આ ઉદાસી તો કયાં જવાની છે,


પાથરું જાત એના સ્વાગતમાં,

ફૂલ જેવી ગઝલની પાની છે,


નાવ કેવી રીતે ડુબે એની?

કે ખુદા જેમનો સુકાની છે,


છેલ્લા શ્વાસે મને હજી 'મહેબુબ',

ઝંખના તારા આવવાની છે.


Rate this content
Log in