Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gunvant Upadhyay

Others

3  

Gunvant Upadhyay

Others

થઈ શકો

થઈ શકો

1 min
6.9K


જાતે જ જાતથી અગર અળગાં થઈ શકો;
જે કંઈ તમે છો એનાથી બમણાં થઈ શકો.

જો શક્ય હો તો જીવવું બસ બોજને તળે--
જીવી ગયાં તો મૈત્રીનાં સપનાં થઈ શકો.

ભણતાં રહેલાં હોવ જો ચાહતના મંત્રને--
ચાહતના તાણા- વાણાના દોરા થઈ શકો.

આ શ્વાસ શું છે ચીજ એ જાણી ગયા પછી--
પ્રત્યેક પળની માળાના મણકા થઈ શકો.

વરદાન આંખને મળે આંસુંનાં ધામનું;
વરસ્યે જતી યદાતદા ઘટના થઈ શકો!


Rate this content
Log in