Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Inspirational

3  

Pravina Avinash

Inspirational

ઝટપટ નટખટ

ઝટપટ નટખટ

1 min
6.7K


છેલ છબીલા શ્રીજીની જોને છટા,

મારું મન મોહી ગયા ઝટપટ, હે

ઝટપટ, હે નટખટ મારું મન ચોરી ગયા ઝટપટ

ક્યારની શોધું તેને વનરાવને 

પૂછી રહી હું ડાળ પાનને

કોઈ બતાવે મને તેનો મુકામ

મારું મન ચોરી ગયા ઝટપટ હે ઝટપટ 

હે નટખટ મારું મન ચોરી ગયા ઝટપટ 

હે શોભે સુંદર માથે મુગટ

હાથે મુરલી ધરી હોઠ પર 

ધર્યું અંગે પીળું પિતાંબર 

મારું મન મોહી ગયા ઝટપટ 

હે ઝટપટ હે નટખટ 

મારું મન મોહી ગયું ઝટપટ 

જલ ભરવા આવી જમના તટ

ફોડી નાખ્યો મારો નાનો ઘટ 

ચક્ષુ ખુલ્યા ને દૂર થયો પટ 

મારું મન લઈ ગયા ઝટપટ 

હે, ઝટપટ હે નટખટ

મારું મન ચોરી ગયા ઝટપટ

શ્રીજીને શરણે આવી ઝટ

અંતરે ઉદભવી શ્રીજીની રટ

ભાળી રહી સઘળે નટખટ

મારું મન લઈ ગયા ઝટપટ

હે ઝટપટ હે ઝટપટ 

મારું મન ચોરી ગયા ઝટપટ  હે નટખટ.. હે ઝટપટ 


Rate this content
Log in