Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran shah

Others

2  

Kiran shah

Others

'સખી...'

'સખી...'

1 min
6.7K


લાંબા અંતરાલ બાદ
સહજીવનના સાથી બોલ્યા..
બેસ, આજે આપણે થોડી વાતો કરીએ.
આશ્ચર્ય સાથે મેં તેમને જોયા..
મનોગત બોલી વાતો! અને આપણે..
 
પછી કહયું શેની કરીશું વાતો?
ઘર, પરિવાર, બાળકો, કે તમે કરેલ પ્રગતિની યશોગાથાની?
 
કહે, ના.. આપણી વાતો...
અને વિસ્મય સાથે મેં તેમના માથે હાથ મુકયો...
અરે! તમને તાવ તો નથી ને?
એ કહે, ના સખી!
 
એક ક્ષણ માનસપટ પર ઉભરી આવ્યા અનેક દ્રશ્યો...
આ સંબોધન વરસો પછી સાંભળ્યું...
જાણે યુગો વીતી ગયા!
અને મને લાગ્યુ કે કદાચ મારું હ્રદય જ બંધ પડશે...
કે કદાચ ...
 
મારુ મષ્તિક જ વિચારવાની શક્તિ ગુમાવી દેશે.
છતાં થોડી હિંમતથી પૂછ્યું
રાતે કંઈ વધારે...?
અને તે કહે છે ના..
બસ આજ મનભરી વાતો કરવી છે.
માત્ર તારી મારી આપણી...
 
અને પાંપણે આસું અટકયા...
રચાયો વરસો પછી એ સંવાદ...
 
'કાજલ' વરસો પછી સખી સખાના મૌન તૂટયા...


Rate this content
Log in