Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Patel

Drama

5.0  

Ramesh Patel

Drama

રણક્યા ઝાંઝર મારા

રણક્યા ઝાંઝર મારા

1 min
283


સરોવરનાં નીર હેલે ચઢ્યાં ને,

હેલે ચઢી તમારી યાદ,

ઝરમર ઝરમર ઝીલ્યા મેહુલાને,

મનમાં ટહુક્યા તમારા સાદ,

સાજન મારા, આજ હેલે ચઢી તમારી યાદ.


કલબલ કલબલ શોરમાં ઝૂલ્યા અમે,

લઈ દીલડામાં વાસંતી ફાગ,

રણક્યા તાલે મધુરા ઝાંઝર ને,

ઉરે છેડ્યા બંસરીના વ્હાલ,

સાજન મારા, આજ હેલે ચઢી તમારી યાદ,


ચાંદલીયાના પાલવડે શરમાયા તારલીયા,

ને તનમનમાં તરવરીયા તોફાન,

સજી શણગાર હું ઝાંખું ઝરુખડે,

રણક્યા ઝાંઝર મારા ચાર્ દ્વાર,

કે સાજન મારા, આજ હેલે ચઢી તમારી યાદ,


રંગીલી રંગોળીથી શોભે આંગણીયાં ને,

મલકે મુખલડે મધુરી આશ,

ગાશું રે ગીત ઝાંઝરીયા તાલે ને,

આભલે ઉડાડશું આજ ઉજાશ,

કે સાજન મારા,આજ હેલે ચઢી તમારી યાદ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama