Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Varsha Prajapati

Others

2.5  

Varsha Prajapati

Others

તડકો

તડકો

1 min
7.0K


સૂની સૂની લાગણીઓને કોઈ તો આવી અડકો!
તારે ફળિયે શીતળ છાંયો, મારે ફળિયે તડકો

તારી આંખો મીઠું ઝરણું, મારી આંખો તરણું,
તારે ફળિયે પવન ફૂંકાયો, મારે ફળિયે તડકો

તારા સપના ટમટમ તારા, મારા સપના કાજળ,
તારે ફળિયે મેહુલ આયો, મારે ફળિયે તડકો

તારે આંગણ મઘમઘતુ વન,મારે રસ્તે પથ્થર,
તારે ફળિયે ઘેઘૂર વડલો, મારે ફળિયે તડકો

તારું સઘળું...ઉજ્વળ ઉજ્વળ,મારે ઘોર અંધારું,
તારે ફળિયે હરખ છવાયો, મારે ફળિયે તડકો


Rate this content
Log in