Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
યુગોથી ભલા...
યુગોથી ભલા...
★★★★★

© Sapan Pathak

Others

1 Minutes   6.8K    5


Content Ranking

બંધ છે આ દ્વાર યુગોથી ભલા,
કોણ ઊભું બહાર યુગોથી ભલા.

રોજ ખખડાવે અહીં સાંકળ સતત,
માણસો બે-ચાર યુગોથી ભલા.

હાથ લંબાવી જરા પકડી જુઓ,
કોણ પેલે પાર યુગોથી ભલા.

કૃષ્ણ પણ થાકી ગયા ગીતા કહી,
કોણ સમજે સાર યુગોથી ભલા.

ઘાવ પણ કેવો ‘સપન’ તાજો રહે,
કોણ કરતું વાર યુગોથી ભલા.

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..