Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
એકમેકમાં વસીએ
એકમેકમાં વસીએ
★★★★★

© Harshida Dipak

Inspirational

1 Minutes   6.8K    4


Content Ranking

ખોટું નહીં પણ સાચેસાચું એકમેકમાં વસીએ

દૂર છતાંયે નજીક જેવા કોમળ દિલમાં હસીએ

આંખ અને આ કાન લઈને ભીંતો જગમાં ફરતી 

'તું' ને 'હું' નો ભેદ ભૂલીને એક જ શ્વાસે શ્વસીએ 

વટે મારગુ જગ આખું છે આવનજાવન રહેશે ,

એક લક્ષ ને એક જ રસ્તો એ રસ્તા પર ધસીએ 

રસ્તે રસ્તે લોકો સઘળા કપટ કરીને પૂછે ,

મોટપની આ બખોલમાંથી ચાલો આપણ ખસીએ 

રૂડા  લોકો રૂડો મંડપ રૂડી જાદુનગરી

હરિ તમારો હાથ ઝાલતાં ખુદમાં આવી વસીએ

કવિતા હરિ હાથ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..