Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

MILAN LAD

Romance Thriller

3  

MILAN LAD

Romance Thriller

મિલનની એ રાત...

મિલનની એ રાત...

1 min
3.7K



બેચેની હતી,

ઉત્સુકતા પણ હતી,

આખરે આવી ગઈ એ રાત...

વર્ષોથી જેની પ્રતીક્ષા હતી..!!


શરીરમાં કંપન,

ને મનમાં થોડીક બીક હતી..

પ્રણયની શરૂઆત થશે કેમ...?

એની જ દિલને ગભરામણ હતી..!!


પ્રવેશ્યા જ્યારે શયનખંડમાં,

ઝગમગતા ઝબુકિયામાં,

રોશની પણ જાણે...

મંદ મંદ મધુર મુસ્કાતી હતી..!!


જેમ વધ્યા કદમ ચારપાઈ તરફ,

એમ હવામાય ગરમી વધતી હતી..!!

થંભી ગયા એ શ્વાસ...

એક માત્ર, જેની આહટ હતી..!!


થોડી ચળભળાહટ,

થોડી ગભરામણ,

અને થોડી તો મૂંઝવણ એના...

પાયલના અવાજમાં પણ રણકતી હતી..!!


વેણી માથે મોગરાની હશે!

ખુશ્બૂથી એ સમજાતી હતી,

તડપની સીમા આજ...

ભલી સમી ક્યાં સમાતી હતી..!!


ઘૂંઘટ ની આડ હવે...

દિદારને એમના રોકતી હતી,

રસસભર હોઠોની લાલી...

સળગતા યોવનને ઑર સળગાવતી હતી..!!


વિચાર્યું...!

એક પળમાં આગોશમાં ભરી લઉં...

પણ, વાત લાગે એટલી આસાન ક્યાં જણાતી હતી..??

પહેલી આ રાતની આ,

હજી પહેલી પહેલી જ તો મુલાકાત હતી..!!


બેચેની હતી,

ઉત્સુકતા પણ હતી,

આખરે આવી ગઈ એ રાત...

વર્ષોથી જેની પ્રતીક્ષા હતી..!!


Rate this content
Log in

Similar gujarati poem from Romance