વાવતાં નથી...
વાવતાં નથી...
1 min
6.8K
એ છે ગુનો કે બીજ અમે વાવતાં નથી,
પણ મૂળ સોતું ઝાડ કદી કાપતાં નથી.
ને સ્વપ્નમાંય તું કદી પાછી જતી રહે,
બસ એટલે જ રાત બધી ઊંઘતા નથી.
માંગ્યું નથી, અમે હજી, હદનીય બ્હારનું,
માગ્યું નજીવું, જે અમે, એ આપતાં નથી.
બસ સાંભળી ના સાંભળી, મૂકી દીધી પછી,
એ જિંદગી છે, જિંદગી, કૈં વારતાં નથી.
‘પ્રજ્ઞા’ કરીને વાયદો, જે આવતાં નથી,
વરસાદ હો કે દોસ્ત, અમે રાખતાં નથી.