Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ninad Adhyaru

Others

3  

Ninad Adhyaru

Others

શરૂ કરે,

શરૂ કરે,

1 min
14.2K


આવી ઝરૂખે ઝૂલ્ફની છાલક શરૂ કરે,
બસ એ રીતે એ સાલમુબારક શરૂ કરે!

મારી ગઝલની ટ્રેન તો પૂરપાટ દોડશે,
ફાવે નહી જો કોઈને ફાટક શરૂ કરે!

એ રીતે તમને વાંચવાનું હું કરું શરૂ,
જે રીતે ગમતાં પુસ્તકો વાંચક શરૂ કરે.

એ વિશ્વના રૂદન મહી છે શ્રેષ્ઠતમ રૂદન,
ધાર્યું ન થાય ને પછી બાળક શરૂ કરે.

પરદા વગર, કથા વગર, કે થિએટર વગર,
માણસ છે, વાત-વાતમાં નાટક શરૂ કરે.

'નિનાદ', આ ગઝલ થકી ઘર ચાલશે નહિ,
સમજાવો જાતને બીજી આવક શરૂ કરે.


Rate this content
Log in