અઢળક
અઢળક
1 min
7.1K
તું ધીર છે, ગંભીર છે; તારી જળરાશી અપાર છે
તું આપે તો અઢળક દે, તું વિફરે તો વિનાશ કરે
તું વિરાટ છે, અગાધ છે; તારું સામ્રાજ્ય છવાયું છે
તું આપે તો અઢળક દે, તું વિફરે તો વિનાશ કરે
તું સુંદર છે, અનુપમ છે; તારી ધડકન સુહાની છે
તું આપે તો અઢળક દે, તું વિફરે તો વિનાશ કરે
તું વ્યાપક છે, તું ખારો છે; જળચરોનો પાલક છે
તું આપે તો અઢળક દે, તું વિફરે તો વિનાશ કરે
તારા સાંનિધ્યમાં ઉછરી છું, પગ મેં પલાળ્યા છે
તું પ્યારો છે, ન્યારો છે; મારા ચિત્તનો હરનારો છે