Harshida Dipak

Others


3  

Harshida Dipak

Others


ગમતીલો વરસાદ

ગમતીલો વરસાદ

1 min 6.8K 1 min 6.8K

એક તું નથી ને તોયે વરસે ગમતીલો વરસાદ
વર્ષોથી આ તરસે ધરતી એવી છે ફરિયાદ
તું સાંભળે છે ને સાદ?
 
ગામને પાદર ઘેઘુર વડલે
વડવાયુને પકડી આપણ
હળવે હળવે ઝૂલ્યાં
 
શેઢે શેઢે, હરતાં - ફરતાં
કેવડિયાનાં ફુલડાં માફક
પડખે પડખે ખુલ્યાં
 
હારતાં તોયે જીતવા માટે રહેતો કાયમ વાદ
તું સાંભળે છે ને સાદ?
 
હાલને આજે હાલતાં જઈએ
એકબીજાને જાણતાં જઈએ
પ્રેમનાં ઘૂંટો ભરતાં જઈએ
 
 
 
ધીમું - ધીમું મીઠું બોલી
હળવું હળવું, દલડું ખોલી
શબદ સાથે સૂરને તોલી
 
વાર કાં કરે કાન્હા હવે ભીતર ભીનો નાદ
તું સાંભળે છે ને સાદ?


Rate this content
Originality
Flow
Language
Cover Design