Quotes New

Audio

Forum

Read

Contests

Language


Write

Sign in
Wohoo!,
Dear user,
પિયુ આગમનની નિશાની .
પિયુ આગમનની નિશાની .
★★★★★

© Chaitanya Joshi

Romance

1 Minutes   12.7K    9


Content Ranking

આજ ઉજ્જવળ દિસે આકાશ પિયુ આગમન નિશાની,

નયન નિમિષ બંધ થયા પ્રવાસ પિયુ આગમનની નિશાની. 


રસ્તા રહ્યા સત્કારીને શેરીઓ જાણે કે સિંગાર સજનારી,

મનમંદિરે પ્રગટતી નૂતન આશ પિયુ આગમનની નિશાની.


અનહદ આનંદ અંતરે નૈનની થઈ ગઈ પ્રતિક્ષા ચાતકી, 

વામ અંગ ફરકવાનો આભાસ પિયુ આગમનની નિશાની.


મોર કરે પોકારને કોકિલના સંભળાયા મીઠા કેવા ટહૂકાર!

થયો તરુપલ્લવે મદન આવાસ પિયુ આગમનની નિશાની. 


રીમઝીમ વરસ્યાં વારિ કૃપાદ્રષ્ટિ કરી જાણે બાંકેબિહારી,

હિંચકીને સ્મરણનો હો અભ્યાસ પિયુ આગમનની નિશાની. 

કવિતા પીયુ આગમન નયન મદન હિંચકી

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..