અંતર મારું વાંચ.
અંતર મારું વાંચ.
1 min
6.5K
અંતર મારું વાંચ હરિ તું અંતર મારું વાંચ.
કરવા નક્કી જૂઠ કે સાચ હરિ તું અંતર મારું વાંચ.
સરખામણીમાં સૌથી નાનો,
તોયે તને લાગીશ મઝાનો.
ના આંગળીઓ સરખી પાંચ..હરિ તું.
આવશે જ્યારે મિલન વેળા,
થશે જીવ શિવ ત્યાં ભેળા.
તારા ગાત્રે ગાત્રે રોમાંચ........હરિ તું.
હશે ઉરે આસિત હરિ તું !
ભક્ત વત્સલ રુપ ધરી તું !
ના જોઈશ જીવનની ખાંચ...હરિ તું !