મનની ડાળે .
મનની ડાળે .
શમણું ઝૂલે મનની ડાળે .
આશા ફાલે મનની ડાળે .
લાગે કાયમ ખાલી ખાલી ,
ગમતું બેસે મનની ડાળે .
ઊડે , બેસે , મૌજ કરે તે ,
કિલ્લોલ કરે મનની ડાળે .
રહે બિન્દાસ ન કરે ચિંતા ,
ખુશ તે લાગે મનની ડાળે .
છાની છપની રૂખી સૂકી ,
આંધી આવે મનની ડાળે .
જાય અચાનક તૂટી પાંખો ,
અશ્રુ 'જશ' સારે મનની ડાળે