Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jugal Darji

Others

3  

Jugal Darji

Others

વારતા

વારતા

1 min
7.1K


મૂકો હવે કાયરો તલવારની વારતા,
ચાલો કહું આજ તો હું પ્યારની વારતા.

સૂરજ ગયો આથમી જે આંગણે કાયમી,
એ બાપને પૂછજો અંધારની વારતા.

આંદોલનો આદરી નેતા બને ને પછી,
કાલાં બની માંડશે અધિકારની વારતા.

છો ને ભલે ભોગવી વનવાસની યાતના,
કેવી મજાની સૂણી ગુલઝારની વારતા.

ઈશ્વર દયાવાન છે, એ વાત માની ગયો,
છે જ્યારથી સાંભળી અંજારની વારતા.

છાલાં પડી જાય છે લ્યા મંજિલો પામતા,
આ હાથને શું ખબર અંગારની વારતા.

રૂમાલ ગોતો હવે આંસુ હશે આંખમાં,
'માસ્તર' કરે છે જુઓ ભેંકારની વારતા.


Rate this content
Log in