જીવન સીડી
જીવન સીડી
1 min
518
જીવનની પરિભાષાથી અજાણ,
શૈશવ સદા યે મલકતું રહેતું,
પળમાં કટ્ટી અને પળમાં બટ્ટી,
જીવન તો યે ધબકતું રહેતું.
મિથ્યા ગુરૂર અને ભ્રમણામાં,
યૌવન સદા યે ફફડતું રહેતું,
'હું' નો ભાર માથે લઈ ફરતાં,
જીવન સદા યે અકડતું રહેતું.
જવાબદારીનો દીપ જલાવતાં,
ગૃહસ્થ જીવન સળગતું રહેતું,
ધર્મને કર્મની દોર પર ચાલતાં,
જીવન સદા યે તડપતું રહેતું.
લાકડીનાં ટેકે ચાલતાં ચાલતાં,
ઘડપણ સદા અટવાતું રહેતું,
ઈશ્ચર નામની માળા ગણતાં,
જીવન મોતને ઇચ્છતું રહેતું.