Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Comedy Crime Drama

0.0  

'Sagar' Ramolia

Comedy Crime Drama

ગગાને કોણ સમજાવે (હઝલ)

ગગાને કોણ સમજાવે (હઝલ)

1 min
12.9K


ગગાને માન્યામાં ન આવે,

ગગાને કોણ સમજાવે!

નેતા થવાનાં સપનાં સતાવે,

ગગાને કોણ સમજાવે!


હા, જી હા! કરતાં ચમચાં,

આગળ-પાછળ ચાલે,

એને જલ્સા કેમ કરાવે?

ગગાને કોણ સમજાવે!


મોંઘુદાટ ભોજન ને માથે,

ડ્રાયફ્રુટ મુખવાસ,

અપચા પેટે કેમ પચાવે?

ગગાને કોણ સમજાવે!


મોંઘી મોંઘી હોટલો ને,

લકઝરીયસ એનાં રૂમ,

શરદીનાં કોઠે કેમ ફાવે?

ગગાને કોણ સમજાવે!


મોંઘા ચશ્મા, મોંઘી પેન ને,

ડિઝાઈનર કપડાં,

પાતળું તન કેમ શોભાવે?

ગગાને કોણ સમજાવે!


લકઝરીયસ કારનાં જમેલામાં,

મસ્ત બની ફરે,

એમાં કેટલું પેટ્રોલ પુરાવે?

ગગાને કોણ સમજાવે!


સ્વીસ બેંકમાં ખાતું રાખે,

મફત વિદેશી સેર કરે,

આદર્શી ગગો નાણું ક્યાંથી લાવે,

ગગાને કોણ સમજાવે!


શેર-સટ્ટો ને કૌભાંડોની રેસમાં,

આગળ ભાગે,

ભોળો ગગો કેમ ચાંચ ખુપાવે? ગગાને કોણ સમજાવે!


મોંઘી-મોંઘી મિલ્કતો,

'સાગર' મોંઘાં છે રહેઠાણ,

ડરેલો ગગો સપનું ભગાવે,

ગગાને કોણ સમજાવે!


Rate this content
Log in

Similar gujarati poem from Comedy