Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
રહસ્ય
રહસ્ય
★★★★★

© Harsh Bhrambhatt

Others

1 Minutes   14.1K    5


Content Ranking

ગયો ભીતર તો ગયો આસમાનની ઉપર
હતાં રહસ્ય બધાં સર્વ જ્ઞાનની ઉપર

ખબર પડે જ નહીં એમ દઈ શકે તો દે
નથી નથી જ પછી કૈં જ દાનની ઉપર

બધાએ માન્યું સમજશક્તિથી બચ્યા કાયમ
અદીઠ કોઈ હતું હર સુકાનની ઉપર

બધે જ સરખા પવન, ચાંદની અને તડકો
નથી જ આભ અલગ ઘર-સ્મશાનની ઉપર

એ વાત બંદગીની હો કે બેઈમાનીની
બધું જ ચાલતું જોયું જબાનની ઉપર

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..