Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran shah

Others

3  

Kiran shah

Others

ચાહત બે બુંદની

ચાહત બે બુંદની

1 min
262


સદીથી તરસ્યા મનને,

ચાહત બે બુંદની,

ને, ઝરણું શોધવા નીકળી,


ખળખળતા ઝરણાંની શોધમાં,

જોડીયા કોતરમાં આજ,

ભીનાશ સ્પર્શી,


કોરા ધાકોર ચોમાસા પછી

આ વરસાદે હાઉકી કરી,

ના, આતો માવઠું,


બાંધેલા બંધ તોડી,

ધમધમાટ આવ્યું ધસી,

આડા દીધા હાથ,

પણ, એને ના રોકી શકી,


વહાવી ગયું એ બધું સાથ..

ને, અંતરના ઓરડે 

એક દીપ બુઝાયો,


ત્યાં

ચરરર કરતી લાગણી ચીરી,

અરે, હનુમાન નથી,

કેમ બતાવું હૈયું ચીરી,


સમયના વહેણે લીધો પલટો,

 ને, આ નૈયા મધદરિયે ડૂબી.

હરિ સાવ આવું ?

આમ અધવચાળે રેઢી મેલી.


Rate this content
Log in