Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Prakash Parmar

Others

3  

Prakash Parmar

Others

માનું ગીત...??

માનું ગીત...??

1 min
13.1K

આખેઆખી એ મારામાં ને હું એનામાં.... 
પિંડ બન્યો'તો મારો જેનામાં એ છે મારી મા!ભાર ભાવથી ઉંચકી પુલકિત થઇ હરખાતી
પિંડને પોષવા પોંખવામાં પંડને વીસરી જાતીજાગતી રહેતી  ખુદ મુજને પોઢાડી નીંદરમાં.. 
આખેઆખી એ મારામાં ને હું એનામાં...
પિંડ બન્યો'તો મારો જેનામાં એ છે મારી મા!

ભર્યું ભાણુ ખવડાવી સૌને વધ્યું ઘટ્યું એ ખાતી
મોડી સુતી તો પણ સૌથી વહેલી ઉઠી જાતી

ચતુર્ભુજ થઈ ફરી વળતી એ સીમ ઘર
ખેતરમાં.. 

આખેઆખી એ મારામાં ને હું એનામાં....
પિંડ બન્યો'તો મારો જેનામાં એ છે મારી મા!

ભણેશરી દીકરાની સગવડ માટે એ ખર્ચાતી
ફાટેલા સાળુનો વિંઝણો ટાઢક કરવા વા'તી સવારમાં
આખેઆખી એ મારામાં ને હું એનામાં.... 
પિંડ બન્યો'તો મારો જેનામાં એ છે મારી મા!

હવે નેજવે હાથ રાખીને વાટ જુએ છે રોજ
શહેર વસતાં વસ્તારના વિરહનો ઉંચકે બોજ
મૂડી સાથે વ્યાજ પણ કપાય ગયું વળતરમાં
આખેઆખી એ મારામાં ને હું એનામાં.... 
પિંડ બન્યો'તો મારો જેનામાં એ છે મારી મા! 

Rate this content
Log in

More gujarati poem from Prakash Parmar