મજા આવે,
મજા આવે,
1 min
14.4K
કપાયેલી પતંગોને પકડવાની મજા આવે,
અચાનક એજ રીતે તમને મળવાની મજા આવે!
તમે જો હોવ સાથે તો કશા કારણ વગર પણ બસ,
કોઈ વેરાન સડકો પર રખડવાની મજા આવે.
તમે ના હો, પડે વરસાદ, એ વરસાદ થોડો છે!
તમે ના હો તો અમને શું પલળવાની મજા આવે?
તમારે જિંદગાનીમાં જો આગળ ખૂબ વધવું હો,
તો કરવાં એજ કામોને, જે કરવાની મજા આવે.
'નિનાદ' બસ સાવ છેલ્લાં શ્વાસ હો ને એ જો સામે હો,
તો એને જોઈ-જોઇને શું મરવાની મજા આવે!