"હું આવું "
"હું આવું "
"તારા સ્મિતનું હું કારણ બનીને આવું,
આંખો માં સ્વપ્નોનું વાદળ લઈને આવું.
જીવન ભલેને વહેતું હોય વ્યસ્તતા ભર્યુ,
તને ગમતી હળવી એક ક્ષણ થઈને આવું.
ભીંજાવા વરસાદમાં તું તરસે છે શીદ?
ટહુકો તો કર હું આખું ચોમાસું થઈને આવું.
અમાવસ્યાના અંધકારને આમ કૉશ નહીં તુ,
ઈશારો તો કર ,હું પુનમ નો ચાંદ બનીને આવું.
અવગણીને નહીં તું આમ લાગણીઓને મારી,
તારી પડખે સદા પડછાયો થઈને હું આવું.
વીતેલા સમય ને મુઠ્ઠીમાં બાંધ નહીં તું,
યાદોના રણમાં હું ગુલાબ બનીને આવું."