Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
આવ્યો માસ વસંત વધામણાં
આવ્યો માસ વસંત વધામણાં
★★★★★

© Narshih Maheta

Classics

1 Minutes   83    5


Content Ranking

આવ્યો માસ વસંત વધામણાં, છબીલાજીને કરીએ છાંટણા;

વન કેસર ફૂલ્યો અતિ ઘણો, તહાં કોકિલા શબ્દ સોહામણાં;

રૂડી અરતના લઇએ ભામણા, આવ્યો માસ વસંત વધામણાં ….

તું તો વહેલી થા ને આજ રે, તારાં સરસે સારાં કાજ રે;

તું તો મુક હૈયાની દાઝ રે, આવ્યો માસ વસંત વધામણાં ………

તું તો નવરંગ ચોળી પહેર રે, પછી આજ થાશે તારો લ્હેર રે;

રૂડા હરજી આવ્યા તારે ઘેર રે, આવ્યો માસ વસંત વધામણાં ….

તું તો સજ શણગાર સાહેલડી, લેને અબિલ ગુલાલ ખોલા ભરી;

પછી ઓ આવે હસતાં હરિ, આવ્યો માસ વસંત વધામણાં ……..

રૂડી અરતના અંગો અંગ છે, તહાં રમવાનો રૂડો રંગ છે;

તહાં છબીલાજીનો સંગ છે, આવ્યો માસ વસંત વધામણાં ………

તહાં આનંદ સરખો થાય છે, તહાં મોહન મોરલી વાયે છે;

તહાં નરસૈંયો ગુણ ગાય છે, આવ્યો માસ વસંત વધામણાં ……..

નરસિંહ મહેતા વસંત રંગોત્સવ વધામણા કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..