Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Pragna Vashi

Others

3  

Pragna Vashi

Others

નકામાં ‘હું’ પણાંનાં ભારને...

નકામાં ‘હું’ પણાંનાં ભારને...

1 min
13.3K


નકામાં ‘હું’ પણાંનાં ભાર ને અળગો હટાવીને,
કરું છું સ્મિત ભીતરની, બધી હિંમત જુટાવીને.
 
તમે દરિયા સમા છો એટલે સૂરજને પડકારો,
અમે છો ઓસનાં વારસ ઉભા ગરદન ઉઠાવીને.
 
નથી પથ્થર મેં આકાર્યા, નથી મેં પાળિયા પૂજ્યા,
કરી મેં કર્મની પૂજા, ન વચ્ચે ભાગ્ય લાવીને.
 
અહીં તો રાત જાગી લોક જોતાં દી તણાં સ્વપ્નો,
અમે જ્યારે થયાં ઝળહળ ભીતર સૂરજ ઉગાવીને.
 
અમારાં પ્રેમનાં વાદળ, નયનમાં એકઠાં થૈ ને,
વરસવાં કેટલાં આતુર, તમારે ગામ આવીને.
 
અહીં ક્યાં કોઈ ફાંસીએ ચડાવાનું કે ગભરાઓ,
કર્યો છે પ્રેમ, ગુનો નહિ, ને એ પણ દિલ લગાવીને.
 
અમે લીટી કરી લાંબી, અમારી જાત મહેનત પર,
કદી ના અન્યની ભૂંસી, કે ના સ્હેજે ટુંકાવીને


Rate this content
Log in