Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Purnima Bhatt

Others

2.5  

Purnima Bhatt

Others

તો એ પ્રેમ છે

તો એ પ્રેમ છે

1 min
7.2K


પુષ્પ, સ્પર્શે રક્તવર્ણુ થાય તો એ પ્રેમ છે;
ઝાકળે કોમળ કળી ભીંજાય તો એ પ્રેમ છે.

ટેરવે જો સળવળે શબ્દો અચાનક એમનાં,
ને ગઝલ આખી અહીં સર્જાય તો એ પ્રેમ છે.

ચિત્રમાં એણે પતંગિયુ ચિતર્યું રંગીન તો,
ગાલ મારા રંગથી છલકાય તો એ પ્રેમ છે.

ફેરવું હું આંગળી ઠંડી હવામાં ભુલથી,
ત્યાં ગગનમાં નામ એ ચિતરાય તો એ પ્રેમ છે.

કેસુડો ખીલે વસંતે કેસરી રંગો સજી;
પાનખરમાં હુંફ એ વર્તાય તો એ પ્રેમ છે.

સ્પર્શના ટહુકા હથેળીમાં થતાં જો ફાગણી,
આમ્રકુંજે મંજરી મ્હોરાય તો એ પ્રેમ છે.

એક પડઘો થાય, ખાલીપો સુનો રણકાય ત્યાં,
ડાળ લીલી કુંજ થઈ લ્હેરાય તો એ પ્રેમ છે!


Rate this content
Log in