Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Heena Pandya (ખુશી)

Others

2.3  

Heena Pandya (ખુશી)

Others

દીદારમાં

દીદારમાં

1 min
207


એ ગરીબોને મળ્યો છે અહીં જે આનંદ આ દીદારમાં,

ના હવે એવો રહ્યો છે આ અમીરોની કને સ્વીકારમાં.


સ્મિત જો ઢોળાય છે ચ્હેરા ગણીને ઝૂંપડાના આંગણે,

સાવ ખોટું એ હસીને આવકારે છે પરાણે આચારમાં.


જો બતાવે એ કમી છે દોસ્તની એવું હસીને મોજથી,

'ને મલકવાનું થતું અમથું આ મોબાઈલનાં આધારમાં.


આત્મશ્લાઘાની જરાં જો ભૂખ લાગે છે વધારે એમને,

ખોબલે 'ને ખોબલે એ'તો ખુશામત ખાય છે આહારમાં.


રૂપિયાની એક બે આવે "ખુશી"ઓ ઝૂંપડામાં દોડતી,

સ્હેજ ચહેકી ઊઠતાં એ થિંગડાઓ અવનવાં આકારમાં.


Rate this content
Log in