Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
સાજણા
સાજણા
★★★★★

© Harshida Dipak

Classics Romance

1 Minutes   12.9K    3


Content Ranking

પરોઢના પહેલા કિરણોના આછેરા એ તેજ-લિસોટે,

દૂર ક્ષિતિજે રણઝણ થાતો પી લીધો અંધાર સાજણા...

સેથાનું સિંદૂર રેલાતાં રજની રૂમઝૂમ રૂમઝૂમ ગાતી,

સૂરજને ના જાણ થવા દે એવો છે ધબકાર સાજણા...

ઘૂઘવતો ને ઘુઘવાતો કંઈ વીંટળાતો એ

નાનકડી વિરડીમાં વાયુ વીજળી વેગે આવે,

સૂરજનું અજવાળું ઢાંકી વાતુ કરતો

છલછલ થાતો અમલ કટોરો લાવે,

સરક સરકતા સૂસવાટાને કલકલ વહેતાં ઝરણાંના નાદે

ચાંદાનું અજવાળું ઝીલો ખોબામાં પળવાર સાજણા...

તમરાની આંખોમાં થાતાં ઝીણા ઝીણા મૌન ઇશારે

હળવા - હળવા અણસારામાં પગલાં પાડે,

આછેરી ઓગળતી માદક રંગમધુરી પળને

ઝીલી લેવા એક જ તાર વગાડે,

સહિયારો એ સાદ સજાવી આકાશે જઈ શબદ ઊઘાડી

ઘૂંટડે ઘૂંટડે ભરચક પીધો રંગકસુંબી સાર સાજણા...

સાજણા સિંદૂર ઇશારે મૌન રંગકસુંબી ગીત

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..