Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sharmistha Contractor

Others

5.0  

Sharmistha Contractor

Others

રસ્તા જુના છે

રસ્તા જુના છે

1 min
13.6K


જીવન સફરમાં પલપલ બદલાતા...

લાગે નવા પણ આ રસ્તા જુના જ છે !

ઘડીક સુમસામ , ઘડીક ભરચક...

રડાવતા ,હસાવતા આ રસ્તા જુના જ છે!

ઘડીક બાગ...ને ઘડીક આગ...

જાતને ઝંપલાવવાના આ રસ્તા જુના જ છે !

ગઝલ કહો, ગીત કહો કે કહો શાયરી...

દિલ બહેલાવવાના આ રસ્તા જુના જ છે !

નથી આસાન... આમ ભૂલવું દર્દ ને...

યાદો પંપાળવાના આ રસ્તા જુના જ છે !

પ્યાર નાસૂર બની ફેલાઈ અંગે અંગે...

હાડને ગાળવાના આ રસ્તા જુના જ છે !

લૈલા-મજનુ કે રોમિયો-જૂલિયેટ...

પ્યારમાં ફના થવાના આ રસ્તા જુના જ છે !


Rate this content
Log in