અભરખા
અભરખા
1 min
6.7K
તને ક્યાંક મુજમાં હું વાવી દઉં તો?
છુપા કો'ક ખૂણે છુપાવી દઉં તો?
ઘણાંયે સમયથી જે કે'વી છે મારે
એ વાતો પ્રણયની જણાવી દઉં તો?
જલન તુજ હ્રદયમાં પડી છે નઠારી
હું ઈશ્વર નથી! પણ બુઝાવી દઉં તો?
ભલે દર્દ કાતિલ પડ્યાં છે હ્રદયમાં
ઘડી બે ઘડી હું હસાવી દઉં તો?
હ્રદયમાં ભરેલાં અભરખા નિચોવી
હું 'ફોરમ' તમોને સજાવી દઉં તો?